રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોહોઈ શકવાને નામે સમ્ભવ છે
આમ હોવાપણું જ અવઢવ છે
ત હ્રસ્વ ઉ અને માથે મીંડું
મારી ભાષાનો એ જ વૈભવ છે
એને ઉલ્લેખવાની રીત હજાર
ક્યાંક છે બાંગ ક્યાંક કલરવ છે
મારો પ્રસ્તાર છે ભવભવ જેવો
એક ઈશારાનું તારું લાઘવ છે
આ ગલીમાં થઈ આગળ જઈએ
શેરીઓમાં તો ખૂબ કાદવ છે
આ ખુશી એમની દયા છે અદમ
એમની યાદનો આ ઉત્સવ છે
hoi shakwane name sambhaw chhe
am howapanun ja awDhaw chhe
ta hrasw u ane mathe minDun
mari bhashano e ja waibhaw chhe
ene ullekhwani reet hajar
kyank chhe bang kyank kalraw chhe
maro prastar chhe bhawbhaw jewo
ek isharanun tarun laghaw chhe
a galiman thai aagal jaiye
sherioman to khoob kadaw chhe
a khushi emni daya chhe adam
emni yadno aa utsaw chhe
hoi shakwane name sambhaw chhe
am howapanun ja awDhaw chhe
ta hrasw u ane mathe minDun
mari bhashano e ja waibhaw chhe
ene ullekhwani reet hajar
kyank chhe bang kyank kalraw chhe
maro prastar chhe bhawbhaw jewo
ek isharanun tarun laghaw chhe
a galiman thai aagal jaiye
sherioman to khoob kadaw chhe
a khushi emni daya chhe adam
emni yadno aa utsaw chhe
સ્રોત
- પુસ્તક : ૭૮૬ ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 42)
- સર્જક : અદમ ટંકારવી
- પ્રકાશક : લજ્જા પબ્લિકેશન્સ
- વર્ષ : 2014