તમારે પાંખ વિનાનું એ પંખી દોરવું પડશે
tamaare paankh vinaanun ae pankhii dorvun padshe

તમારે પાંખ વિનાનું એ પંખી દોરવું પડશે,
અને દોર્યા પછી રંગો પૂરી ઉડાડવું પડશે.
તમારી આંખ સપનાનાં ઝરણને ઝૂરતી રહેશે,
તમારે એક ટીપું ઊંઘ માટે જાગવું પડશે.
હવે હોડી નથી, દરિયો નથી, કંઈ પણ નથી અડચણ;
હવે અવકાશના કોરા કળણમાં ખૂંપવું પડશે.
ફુલાવીને તમે ફોડયા ફિકરના કૈંક ફુગ્ગાઓ,
હવે એ ફૂંકને ફુગ્ગાની માફક ફૂટવું પડશે.
તમે તત્ત્વો-પદાર્થો તોડતા સંયોજતા સંજ્ઞા,
તમારા તર્કને તડતડ તડડ તડ તૂટવું પડશે.
tamare pankh winanun e pankhi dorawun paDshe,
ane dorya pachhi rango puri uDaDawun paDshe
tamari aankh sapnanan jharanne jhurti raheshe,
tamare ek tipun ungh mate jagawun paDshe
hwe hoDi nathi, dariyo nathi, kani pan nathi aDchan;
hwe awkashna kora kalanman khumpawun paDshe
phulawine tame phoDya phikarna kaink phuggao,
hwe e phunkne phuggani maphak phutawun paDshe
tame tattwo padartho toDta sanyojta sangya,
tamara tarkne taDtaD taDaD taD tutawun paDshe

સ્રોત
- પુસ્તક : ગઝલશતક (પૃષ્ઠ ક્રમાંક 48)
- સંપાદક : હર્ષદ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 1999