ન ગાજીએ અમે
na gaajiiye ame
સતીન દેસાઈ 'પરવેઝ'
Satin Desai 'Parvez'

ગુંજીએ ભ્રમર સમું ન ગાજીએ અમે
બાર માસ એક સરખું બાજીએ અમે
શબ્દના સ્તરો બધાય માંજીએ અમે,
એટલે હિમાલયે બિરાજીએ અમે.
શુદ્ધ આવકાર થૈને છાજીએ અમે,
કાળ જેવા કાળને નવાજીએ અમે.
રંજ કોઈ ફાગ કે અષાઢનો નહીં,
રંગ જે જે ઓગળે તે આંજીએ અમે.
ઓ અદબ આ આગવું પ્રમાણ જોઈ લે.
ઊંચકે નકાબ એ ને લાજીએ અમે.



સ્રોત
- પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 655)
- સંપાદક : ચંદ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
- પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન
- વર્ષ : 2021
- આવૃત્તિ : બીજી સંવર્ધિત આવૃત્તિ