દરિયો સમેટી ટીપું બેઠું
દરિયો સમેટી ટીપું બેઠું
હેમંત પુણેકર
Hemant Punekar
હેમંત પુણેકર
Hemant Punekar
દરિયો સમેટી ટીપું બેઠું
પાંપણ ધારે આંસુ બેઠું
બારેમાસ રહ્યું છે કાયમ
આંખે જે ચોમાસું બેઠું
એણે આંખ કરી એમ ઊંચી
જોઈ મારું હૈયું બેઠું
જનરલ ક્લાસનો ડબ્બો દુનિયા
અહીંયાં તો જે બેઠું, બેઠું!
બેઠો નિરાંતે, મનને નીરખતો
એ પળભર ક્યાં સખણું બેઠું!
કોઈ આંધળી દોટ મૂકે છે
કોઈ નિહાળે બેઠું બેઠું.
સ્રોત
- પુસ્તક : નવનીત સમર્પણ : મે ૨૦૨૬ (પૃષ્ઠ ક્રમાંક 18)
- સંપાદક : દીપક દોશી
- પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન
