hawao - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ગજરો સુગંધોનો ઝાલી હવાઓ

ફરે હાથમાં હાથ ઘાલી હવાઓ

પગો વૃક્ષની ડાળે બેસી ઝુલાવે

ને મર્મરની પીવે છે પ્યાલી હવાઓ

વિચારોનાં સૂમસામ મેદાન સાથે

કરે વાત કૈં કાલી-કાલી હવાઓ

સરોવરને ઓઢી સૂતેલી લહરને

જગાડે જઈ ખાલી-ખાલી હવાઓ

કરે કાન પકડીને ઊઠ-બેસ તૃણો

ને નીરખીને પાડે છે તાલી હવાઓ

પોતે દોડે છે પોતાની પાછળ

રમે એકલી સાતતાલી હવાઓ

પીળાં પર્ણની બેડીઓ રહી ખખડતી

અને આંખ આંજીને ચાલી હવાઓ

સ્રોત

  • પુસ્તક : ક્યાં (પૃષ્ઠ ક્રમાંક 74)
  • સર્જક : રમેશ પારેખ
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 2007
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ