have kya apani koi fikar karvani umar chhe - Ghazals | RekhtaGujarati

હવે ક્યાં આપણી કોઈ ફિકર કરવાની ઉંમર છે

have kya apani koi fikar karvani umar chhe

જગદીશ વ્યાસ જગદીશ વ્યાસ
હવે ક્યાં આપણી કોઈ ફિકર કરવાની ઉંમર છે
જગદીશ વ્યાસ

હવે ક્યાં આપણી કોઈ ફિકર કરવાની ઉંમર છે?

ગળે રૂમાલ બાંધી ફાંકડા ફરવાની ઉંમર છે.

આપું કેમ ઝૂકીને સલામી ખૂબસૂરતને?

હવે તિતલીના રંગોની ઉપર મરવાની ઉંમર છે.

ગુલાલ ઊડી રહ્યો છે લોહીમાં શરણાઈ વાગે છે,

નવું કૈં આપણા જીવતરમાં અવતરવાની ઉંમર છે.

ભલે ક્યારેક સંકેલાઈ રહેવાની હતી ઉંમર,

હવે છુટ્ટા મૂકેલા સઢમાં ફરફરવાની ઉંમર છે.

હવે તો હુંય ખુલ્લો થઈ ગયો છું આભની જેવો,

હવે તો હાથ ખુલ્લી પૃથ્વીને ભરવાની ઉંમર છે.

સ્રોત

  • પુસ્તક : અમર ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 248)
  • સંપાદક : એસ. એસ. રાહી, રાજેશ વ્યાસ 'મિસ્કીન'
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની, અમદાવાદ
  • વર્ષ : 2024
  • આવૃત્તિ : પ્રથમ આવૃત્તિ, પુનર્મુદ્રણ