hathman jhaDu ane– - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હાથમાં ઝાડુ અને–

hathman jhaDu ane–

કરસનદાસ લુહાર કરસનદાસ લુહાર
હાથમાં ઝાડુ અને–
કરસનદાસ લુહાર

નામ તૃપ્તિનું લખું તો જળસમા છળ પર લખું,

પેટ ખાલી છે, કવિતા કેમ કાગળ પર લખું?

એક P.C. પણ તને ચીતરવું દુર્લભ છે પ્રિયે!

ને નથી હું યક્ષ કે સંદેશ વાદળ પર લખું!

છે બધાં ખુલ્લાણ કારાગારથી વસમા–તણી–

પીડ હું પગમાં પડી ના સાંકળ પર લખું.

હાથમાં ઝાડુ અને શ્વાસોમાં ડમરી ધૂળની

અંગૂઠો સાક્ષર છે એની છાપ અંજળ પર લખું!

ચેતના થીજી ગઈ વાત ખળખળ પર લખું,

આંખમાંની રાત તારા સ્પર્શ ઝળહળ પર લખું.

સ્રોત

  • પુસ્તક : એકલવ્યનો અંગૂઠો (પૃષ્ઠ ક્રમાંક 6)
  • સંપાદક : નીલેશ કાથડ
  • પ્રકાશક : શિલ્પા પ્રકાશન
  • વર્ષ : 1987