Hath ne Joto Chup Betho Chhu - Ghazals | RekhtaGujarati

હાથને જોતો ચૂપ બેઠો છું

Hath ne Joto Chup Betho Chhu

લલિત ત્રિવેદી લલિત ત્રિવેદી
હાથને જોતો ચૂપ બેઠો છું
લલિત ત્રિવેદી

હાથને જોતો ચૂપ બેઠો છું

રાતને જોતો ચૂપ બેઠો છું.

ટકોરા હશે કે ભણકારા?

દ્વારને જોતો ચૂપ બેઠો છું.

માછલી પણ ચતુર છે અહિંયા

જાળને જોતો ચૂપ બેઠો છું

કોઈ ચકમક નથી થઈ શકતી

ઘાસને જોતો ચૂપ બેઠો છું.

એક ઘટના બનેલી ધગધગતી

રાખને જોતો ચૂપ બેઠો છું.

પાંખમાં માત્ર સળવળાટ, કદીક,

આભને જોતો ચૂપ બેઠો છું.

સ્રોત

  • પુસ્તક : કવિતા - એપ્રિલ, 1981 (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ