hashe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

યાદ એને અમારી આવી હશે,

એટલે આંખ એણે ઝુકાવી હશે.

યાદનાં ફૂલ ક્યાંથી ખર્યાં આટલાં,

ડાળખીને તમે હલાવી હશે.

રુંવે રુંવે ફૂટી છે ટશર લોહીની,

જિંદગી કંટકોમાં વીતાવી હશે.

ફૂલનાં રંગ ઊડી ગયા સામટા,

પાનખર બાગને યાદ આવી હશે.

સાંજ આખી ટપકતી રહી એકલી,

આંખ શ્રાવણને સાથે લાવી હશે.

સ્રોત

  • પુસ્તક : માઈક્રોવેવ (પૃષ્ઠ ક્રમાંક 65)
  • સંપાદક : મુકુન્દ જોશી, સુલભ ધંધુકિયા, આતિશ પાલનપુરી
  • પ્રકાશક : ગઝલ સાહિત્ય વર્તુળ પ્રકાશન
  • વર્ષ : 1982