hajo hath kartal - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હજો હાથ કરતાલ

hajo hath kartal

રાજેન્દ્ર શુક્લ રાજેન્દ્ર શુક્લ
હજો હાથ કરતાલ
રાજેન્દ્ર શુક્લ

હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક,

તળેટી સમીપે હજો ક્યાંક થાનક.

લઈ નૉંવ થારો સમયરો હળોહળ,

ધર્યો હોઠ ત્યાં તે અમીયેલ પાનક.

સુખડ જેમ શબ્દો ઊતરતા રહે છે,

તિલક કોઈ આવીને કરશે અચાનક.

અમે જાળવ્યું છે ઝીણેરાં જતનથી,

મળ્યું તેવું સોંપીશું કોરું કથાનક.

છે ચન જેનું એના પંખી ચૂગે આ,

રખી હથ્થ હેઠાં નિહાળે છે નાનક.

નયનથી નીતરતી મહાભાબમધુરા,

બહો ધૌત ધારા બહો ગૌડ ગાનક.

શબોરોઝ એની મહેકના મુસલસલ,

અજબ હાલ હો ને ‘અનલહક’હો આનક.

રસપ્રદ તથ્યો

કવિની નોંધ: અર્પણ: આ ગઝલના અમર સ્વરકાર અને ગાયક સ્વ. પરેશ ભટ્ટને.

સ્રોત

  • પુસ્તક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્ય - કવિતા
  • સંપાદક : મફત ઓઝા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : 86