બરબાદ થાય છે દિલ એના ઉમંગ દ્વારા,
પીંખાય છે અભાગી માળો વિહંગ દ્વારા.
પાયલને વશ થવા દઈ કો'ના મૃદંગ દ્વારા,
સાધી લીધાં હૃદય તેં નિજ અંગભંગ દ્વારા.
હે દીપિકા! જો સમજણ સૌંદર્ય હોત પામ્યું,
પ્રખ્યાતિ તું ન ચાહત પાગલ પતંગ દ્વારા.
રણને કહો કે રોકે નહિ એની પ્રેયસીને,
સાગર ધસી રહ્યો છે લાખો તરંગ દ્વારા.
એ કાળી કીકીનાં શાં કામણ ને શી કરામત,
માણ્યા અનેક રંગો એક શ્યામ રંગ દ્વારા.
તપસીનાં તપ તજાવે છો મેનકાનાં કામણ,
હરગિજ નથી જિતાયા શંકર અનંગ દ્વારા.
નહિ છોડું તારો પીછો એ બીકે પર ન દીધા,
એ ખોટ પૂરી લીધી મેં મુજ તરંગ દ્વારા.
ભૂલા પડેલ દ્રષ્ટાને અંધ દોરવાના,
જગ પામવાનું મંજિલ અંતે અપંગ દ્વારા.
મારા મરણની કરવાને ખાતરી એ આવ્યાં,
પામ્યો હું સંગ મીઠો માઠા પ્રસંગ દ્વારા.
નજરુંના દોર દ્વારા અજમાવ પેચ કાતિલ,
જો ‘કિસ્મતે’ ચગાવ્યું હૈયું પતંગ દ્વારા.
barbad thay chhe dil ena umang dwara,
pinkhay chhe abhagi malo wihang dwara
payalne wash thawa dai kona mridang dwara,
sadhi lidhan hriday ten nij angbhang dwara
he dipika! jo samjan saundarya hot pamyun,
prakhyati tun na chahat pagal patang dwara
ranne kaho ke roke nahi eni preysine,
sagar dhasi rahyo chhe lakho tarang dwara
e kali kikinan shan kaman ne shi karamat,
manya anek rango ek shyam rang dwara
tapsinan tap tajawe chho meinkanan kaman,
hargij nathi jitaya shankar anang dwara
nahi chhoDun taro pichho e bike par na didha,
e khot puri lidhi mein muj tarang dwara
bhula paDel drashtane andh dorwana,
jag pamwanun manjil ante apang dwara
mara maranni karwane khatri e awyan,
pamyo hun sang mitho matha prsang dwara
najrunna dor dwara ajmaw pech katil,
jo ‘kismte’ chagawyun haiyun patang dwara

સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 80)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
- વર્ષ : 2002
- આવૃત્તિ : 4