રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઘૂંટ પી જઈંશ; મને પ્રેમ કર
હું બચી જઈંશ; મને પ્રેમ કર
બધા વેદ ગ્રંથ પુરાણ સૌ; હું કળી જઈશ; મને પ્રેમ કર
એક શબ્દમાં એક શ્લોકને; હું રચી જઈશ; મને પ્રેમ કર
હું ખીલી ગયો તને જોઈને; હું ખરી જઈશ; મને પ્રેમ કર
છું તૂટી જવાની અણી ઉપર; હું ટકી જઈશ; મને પ્રેમ કર
હું ય સૂર્ય છું; હું ય ચંદ્ર છું, હું ઊગી જઈશ, મને પ્રેમ કર
હું નથી જ સુંદર તે છતાં હું ગમી જઈશ! મને પ્રેમ કર
અડીખમ ઊભો હું પહાડ-શો; હું ઝૂકી જઈશ; મને પ્રેમ કર
હું અમસ્તો બેઠો નથી અહીં; હું ઊઠી જઈશ; મને પ્રેમ કર
વધસ્તંભ હોય કે હો શૂળી; હું ચઢી જઈશ; મને પ્રેમ કર
ડર છે મને સમજુઓમાં; હું ખપી જઈશ; મને પ્રેમ કર!
ગુમ હું થયો છું ન જાણે ક્યાં, હું મળી જઈશ; મને પ્રેમ કર
છું જનમથી શ્વાસની કેદમાં; હું છૂટી જઈશ; મને પ્રેમ કર.
સ્રોત
- પુસ્તક : મને પ્રેમ કર (પૃષ્ઠ ક્રમાંક 59)
- સર્જક : રિષભ મહેતા
- પ્રકાશક : લજ્જા પબ્લિકેશન્સ
- વર્ષ : 2009