nathi bandhi shakato etle rachna wagarno chhun! - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નથી બાંધી શકાતો એટલે રચના વગરનો છું!

nathi bandhi shakato etle rachna wagarno chhun!

વીરુ પુરોહિત વીરુ પુરોહિત
નથી બાંધી શકાતો એટલે રચના વગરનો છું!
વીરુ પુરોહિત

નથી બાંધી શકાતો એટલે રચના વગરનો છું!

પ્રવાહી ભાવ છું, હું તાણ છું, રસના વગરનો છું!

બધા સંદર્ભથી અળગાં થયાનો અર્થ છે તો,

અમસ્તો છું અહીં ઊભો અને ઘટના વગરનો છું!

તમારાં વ્યાકરણમાં કોઈ એવો તર્ક પણ ક્યાં છે,

તમે સ્થાપી શકો માપની ગણના વગરનો છું!

બરફની જેમ થીજી પાંપણો, પાષાણવત્ ખુલ્લી;

અરે! બસ ત્યારથી હું એકપણ સપના વગરનો છું!

બધાં પૂલો અને સૂર્ય-તારક-ચંદ્ર માને છે,

સકલ બ્રહ્માંડમાં હું એકલો છલના વગરનો છું!

સ્રોત

  • પુસ્તક : છલના વગર (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સર્જક : વીરુ પુરોહિત
  • પ્રકાશક : મીડિયા પબ્લિકેશન
  • વર્ષ : 2016