એટલે એ મારે મન સુંદર હતું
એના ઘરની સામે મારું ઘર હતું.
અંત વેળાએ જ યાદ આવ્યું નહીં
નહીં તો તારું નામ તો મોં પર હતું.
મારો થઈને જે રહ્યો મુજથી અલગ,
નામ એનું શું હતું, ઈશ્વર હતું?
દાકતર, તેં નાડ જોઈ શું કીધું?
દર્દ થોડું બા’ર હતું, અંદર હતું.
તારી કુદરતનું, આ સૌંદર્ય, પ્રભુ!
મારી ગઝલોનું જ રૂપાંતર હતું.
કોઈને માટે ન તું જીવી શક્યો,
જીવનારા, તારું શું જીવતર હતું!
આટલું વહેલું ન ખાલી થાત, “અદી”
ક્યાંક તારા જામમાં ગળતર હતું!
etle e mare man sundar hatun
ena gharni same marun ghar hatun
ant welaye ja yaad awyun nahin
nahin to tarun nam to mon par hatun
maro thaine je rahyo mujthi alag,
nam enun shun hatun, ishwar hatun?
daktar, ten naD joi shun kidhun?
dard thoDun ba’ra hatun, andar hatun
tari kudaratanun, aa saundarya, prabhu!
mari gajhlonun ja rupantar hatun
koine mate na tun jiwi shakyo,
jiwnara, tarun shun jiwtar hatun!
atalun wahelun na khali that, “adi”
kyank tara jamman galtar hatun!
etle e mare man sundar hatun
ena gharni same marun ghar hatun
ant welaye ja yaad awyun nahin
nahin to tarun nam to mon par hatun
maro thaine je rahyo mujthi alag,
nam enun shun hatun, ishwar hatun?
daktar, ten naD joi shun kidhun?
dard thoDun ba’ra hatun, andar hatun
tari kudaratanun, aa saundarya, prabhu!
mari gajhlonun ja rupantar hatun
koine mate na tun jiwi shakyo,
jiwnara, tarun shun jiwtar hatun!
atalun wahelun na khali that, “adi”
kyank tara jamman galtar hatun!
સ્રોત
- પુસ્તક : સાદગી (પૃષ્ઠ ક્રમાંક 9)
- સર્જક : અદી મિરઝાં
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 2000