gharni bahar lok to wato kare re lol - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઘરની બહાર લોક તો વાતો કરે રે લોલ

gharni bahar lok to wato kare re lol

કૈલાસ પંડિત કૈલાસ પંડિત
ઘરની બહાર લોક તો વાતો કરે રે લોલ
કૈલાસ પંડિત

ઘરની બહાર લોક તો વાતો કરે રે લોલ,

ગઈ કાલ મારી આંખમાં મેળો ભરે રે લોલ.

એની સુંવાળી જુલ્ફમાં ગાંઠો વળી હશે,

મારી હથેળી એકલી ઝૂર્યા કરે રે લોલ.

ગુલમોર મારે આંગણે પૂરે છે સાથિયા,

મેંદીના પાન પાન મને સાંભરે રે લોલ.

મારી તરસને આમ ના બાંધો કૂવા સુધી,

મારી તરસ તો હોઠને ભીના કરે રે લોલ.

ખૂંચ્યા કરે છે રાત દિ’ આંખોમાં જાગરણ,

આવી વ્યથાને કોણ નહિ સંઘરે રે લોલ.

સ્રોત

  • પુસ્તક : ખરાં છો તમે (પૃષ્ઠ ક્રમાંક 147)
  • સર્જક : કૈલાસ પંડિત
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1995