ghanun chhoDi pachhi thoDani sathe jiwwanun chhe - Ghazals | RekhtaGujarati

ઘણું છોડી પછી થોડાની સાથે જીવવાનું છે

ghanun chhoDi pachhi thoDani sathe jiwwanun chhe

રઈશ મનીઆર રઈશ મનીઆર
ઘણું છોડી પછી થોડાની સાથે જીવવાનું છે
રઈશ મનીઆર

ઘણું છોડી પછી થોડાની સાથે જીવવાનું છે

ફગાવી દે વજન, નૌકાની સાથે જીવવાનું છે

વિકટ જ્યાં એક પળ પોતાની સાથે જીવવાનું છે

જીવનભર ત્યાં સતત બીજાની સાથે જીવવાનું છે

દિવસનો બોજ લઇ રાતે સૂવાનો ડોળ કરવાનો

ઊઠી, આખો દિવસ, શમણાની સાથે જીવવાનું છે

બધાએ પોતપોતાની બારીમાંથી દેખાતા

ભૂરા આકાશના ટુકડાની સાથે જીવવાનું છે

જીવનના ચક્રને તાગી શકે તું પણ સરળતાથી

તલાશી કેન્દ્રને, ત્રિજ્યાની સાથે જીવવાનું છે

તું સાચું બોલજે, ઇશ્વર! તને શ્રદ્ધા છે માણસ પર?

ને માણસજાતને શ્રદ્ધાની સાથે જીવવાનું છે

સ્રોત

  • પુસ્તક : શબ્દ મારા સ્વભાવમાં જ નથી (પૃષ્ઠ ક્રમાંક 73)
  • સર્જક : રઈશ મનીઆર
  • પ્રકાશક : વિશાલ પ્રકાશન
  • વર્ષ : 1998