દુનિયામાં એટલે અમે ભૂલા પડ્યા નહીં,
તારી ગલી સિવાય બીજે આથડ્યા નહીં.
મારો અવાજ ક્યાંક દબાઈ ગયો હશે,
મારી પુકારના કોઈ પડઘા પડ્યા નહીં.
ધુમ્મસ બની અમે તો ધરા પર રહી ગયા,
વાદળ બની કદીય ગગનમાં ચડ્યા નહીં.
મનમાં જ રાખી લીધી અમે મનની વાતને,
કે એકલા હતા ને છતાં બડબડ્યા નહીં.
રસ્તા મૂકી દીધાનો ફક્ત વાંક ના જુઓ,
એની કદર કરો કે કોઈને નડ્યા નહીં.
જ્યાં ત્યાં પડી જતા, એ હતી પ્યાસની અસર,
પીધા પછી કદીય અમે લડખડ્યા નહીં.
એકેક વેંત ઊંચા બધા ચાલતા હતા,
તારી ગલીમાં કોઈનાં પગલાં પડ્યાં નહીં.
‘બેફામ’ના સગડ મળ્યા કેવળ કબર સુધી,
બસ એ પછી એ ક્યાંય કોઈને જડ્યા નહીં.
duniyaman etle ame bhula paDya nahin,
tari gali siway bije athaDya nahin
maro awaj kyank dabai gayo hashe,
mari pukarna koi paDgha paDya nahin
dhummas bani ame to dhara par rahi gaya,
wadal bani kadiy gaganman chaDya nahin
manman ja rakhi lidhi ame manni watne,
ke ekla hata ne chhatan baDbaDya nahin
rasta muki didhano phakt wank na juo,
eni kadar karo ke koine naDya nahin
jyan tyan paDi jata, e hati pyasni asar,
pidha pachhi kadiy ame laDkhaDya nahin
ekek went uncha badha chalta hata,
tari galiman koinan paglan paDyan nahin
‘bepham’na sagaD malya kewal kabar sudhi,
bas e pachhi e kyanya koine jaDya nahin
duniyaman etle ame bhula paDya nahin,
tari gali siway bije athaDya nahin
maro awaj kyank dabai gayo hashe,
mari pukarna koi paDgha paDya nahin
dhummas bani ame to dhara par rahi gaya,
wadal bani kadiy gaganman chaDya nahin
manman ja rakhi lidhi ame manni watne,
ke ekla hata ne chhatan baDbaDya nahin
rasta muki didhano phakt wank na juo,
eni kadar karo ke koine naDya nahin
jyan tyan paDi jata, e hati pyasni asar,
pidha pachhi kadiy ame laDkhaDya nahin
ekek went uncha badha chalta hata,
tari galiman koinan paglan paDyan nahin
‘bepham’na sagaD malya kewal kabar sudhi,
bas e pachhi e kyanya koine jaDya nahin
સ્રોત
- પુસ્તક : કેટલું થાકી જવું પડ્યું...(ચૂંટેલી ગઝલો) (પૃષ્ઠ ક્રમાંક 87)
- સંપાદક : ડૉ. એસ. એસ. રાહી
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2022