gai kyan premni pyali? - Ghazals | RekhtaGujarati

ગઈ ક્યાં પ્રેમની પ્યાલી?

gai kyan premni pyali?

ડાહ્યાભાઈ દેરાસરી ડાહ્યાભાઈ દેરાસરી
ગઈ ક્યાં પ્રેમની પ્યાલી?
ડાહ્યાભાઈ દેરાસરી

વગર હું કાંઈ ભાવે નહિ, મને તું એમ કહેતી'તી,

વિયોગે તેં જિવાયે નહિ, મને તું એમ કહેતી’તી.

સ્વરગના સુખથી મીઠાં, જગતજંજાળ કાપંતાં−

મધુર મુજ ચુંબનો વિના, જીવું નહિ એમ કહેતી'તી.

રહીને રાતદિન પાસે, જિગર આપી લઈ બાધું,

અલૌકિક મૂર્તિની પેઠે, પૂજાઉં એમ કહેતી'તી.

ભીંજેલા નેહથી હુંને, સહજ એક નેનની સેને,

અજબ જાદુગરી મારી, નચાવું એમ કહેતી'તી.

તજું નહિ જીવ જાતાં હું, રૂડી વેલી શી રહું વળગી;

ગઈ ક્યાં પ્રેમની પ્યાલી? મને જે એમ કહેતી'તી!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતની ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 68)
  • સંપાદક : દી.બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
  • પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
  • વર્ષ : 1942