tane mein phool apyun chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તને મેં ફૂલ આપ્યું છે

tane mein phool apyun chhe

સ્નેહી પરમાર સ્નેહી પરમાર
તને મેં ફૂલ આપ્યું છે
સ્નેહી પરમાર

બધાયે મેલ ધોઈને, તને મેં ફૂલ આપ્યું છે

આંગળીઓ નિચોવીને, તને મેં ફૂલ આપ્યું છે

તને જોઈ રહ્યાં’તા ત્રાસી આંખે એક સાથે સહુ

ફૂલોનું વેર વ્હોરીને, તને મેં ફૂલ આપ્યું છે

હવે બદલું તો મારું લોહી પણ ફિટકારશે ખુદને

નસેનસમાં ઝબોળીને, તને મેં ફૂલ આપ્યું છે

તને આપ્યાં પહેલાં માત્ર મૂર્તિને ચડાવ્યું છે

લીધેલો માર્ગ છોડીને, તને મેં ફૂલ આપ્યું છે

તને ફૂલ આપવાનું છે એની મસ્તી’ને મસ્તીમાં

મને ફૂલથી જોખીને, તને મેં ફૂલ આપ્યું છે.

સ્રોત

  • પુસ્તક : ઊડતું ભાળ્યું અંધારું (પૃષ્ઠ ક્રમાંક 36)
  • સર્જક : સ્નેહી પરમાર
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2020