ફરિયાદ કંઈ નથી અને ઠપકો નથી હવે
Fariyad Kai Nathi Ane Thapako Nathi Have
મિલિન્દ ગઢવી
Milind Gadhavi
ફરિયાદ કંઈ નથી અને ઠપકો નથી હવે
Fariyad Kai Nathi Ane Thapako Nathi Have
મિલિન્દ ગઢવી
Milind Gadhavi
મિલિન્દ ગઢવી
Milind Gadhavi
ફરિયાદ કંઈ નથી અને ઠપકો નથી હવે,
ઈશ્વરની સાથે કોઈ પણ ઝઘડો નથી હવે.
‘પાછો વળે’ની રાહમાં ફેંક્યા કરું અવાજ,
ખોબાની ઊંડી ખીણમાં પડઘો નથી હવે.
એનો હું અર્થ શું કરું? વર્ષા કે દીર્ઘ રાત?
એણે લખ્યું છે પત્રમાં — તડકો નથી હવે.
હું ભી હવેથી નાવ લઈ આવ્યા નહીં કરું,
તારા નગરનું નામ ભી દરિયો નથી હવે.
એકાદ શેરમાં તને સંભળાય ચીસ પણ,
મારી ગઝલમાં એકલો ટહુકો નથી હવે.
સ્રોત
- પુસ્તક : રાઈજાઈ (પૃષ્ઠ ક્રમાંક 27)
- સર્જક : મિલિન્દ ગઢવી
- પ્રકાશક : અકિલા ઇન્ડિયા પબ્લિકેશન, રાજકોટ
- વર્ષ : 2019
