eni latman - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એની લટમાં

eni latman

હરજીવન દાફડા હરજીવન દાફડા
એની લટમાં
હરજીવન દાફડા

પટમાંથી ઘટમાં જઈ પાછાં પટમાં દરસે,

ધરતીઢંકાં બીજ ફરીને વટમાં દરસે.

સો સૂરજનું અજવાળું પણ ઓછું લાગે,

એવી ઝળહળ આભા એની લટમાં દરસે.

કલ્પનના કિલ્લાઓ પર જઈ શું કરવાનું?

નૂર અમૂલખ આલમનું પરગટમાં દરસે.

નીરખવા-પારખવાની કળથી જોયું તો,

હરિ, શ્વાસની હળવી-શી આહટમાં દરસે.

સાવ અજાણી આંખો ક્યાંથી ઓળખવાની?

હોય પ્રતીતિ પૂરણ તો ઘટઘટમાં દરસે.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ