એક વાત ખીલતી હતી ખેતરના સ્મિત જેમ
Ek Vaat Khilati Hati Khetar na Smit Jem
જવાહર બક્ષી
Jawahar Bakshi
એક વાત ખીલતી હતી ખેતરના સ્મિત જેમ
Ek Vaat Khilati Hati Khetar na Smit Jem
જવાહર બક્ષી
Jawahar Bakshi
જવાહર બક્ષી
Jawahar Bakshi
એક વાત ખીલતી હતી ખેતરના સ્મિત જેમ
તૂટી પડ્યાં અવાજનાં ટોળાંઓ તીડ જેમ
હું તારી દૂરતામાં સમેટાતો પ્હાડ છું
તું મારે પગલે પગલે વધે છે ક્ષિતિજ જેમ
શ્વાસોમાં સાંભળું છું સૂરજ રથના ડાબલા
નસનસમાં અંધકાર ચડે છે અફીણ જેમ
મારી ભીનાશ એક દિવસ રંગ લાવશે
છૂટી જઈશ મેઘધનુષ્યોનાં તીર જેમ
ખડકોને તૂટવાની હજી વાર છે 'ફના'
ક્યાં સુધી આમ બેસશો મોજાંના ફીણ જેમ
સ્રોત
- પુસ્તક : કવિતા - એપ્રિલ, 1981 (પૃષ્ઠ ક્રમાંક 38)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
