એક સરખા દિવસ
Ek Sarakha Divas
પ્રભુલાલ દ્વિવેદી
Prabhulal Dwivedi
પ્રભુલાલ દ્વિવેદી
Prabhulal Dwivedi
એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી
એથી જ શાણા સાહ્યબીથી લેશ ફુલાતા નથી.
ભાગ્ય રૂઠે કે રીઝે એની તમા તેને નથી
એ જ શૂરા જે મુસીબત જોઈ મુંઝાતા નથી.
ખીલે તે કરમાય છે, સરજાય તે લોપાય છે
જે ચઢે, તે તે પડે એ નિયમ પલટાતા નથી.
સ્રોત
- પુસ્તક : મીઠા ઉજાગરા (પૃષ્ઠ ક્રમાંક 4)
- સંપાદક : વિનયકાંત દ્વિવેદી
- પ્રકાશક : વિનયકાંત દ્વિવેદી
- વર્ષ : 2001
