ek ran hatu ne ran mahi rasto thayo hato - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એક રણ હતું ને રણ મહીં રસ્તો થયો હતો

ek ran hatu ne ran mahi rasto thayo hato

દિગંત પરીખ દિગંત પરીખ
એક રણ હતું ને રણ મહીં રસ્તો થયો હતો
દિગંત પરીખ

એક રણ હતું ને રણ મહીં રસ્તો થયો હતો

હું પણ ચમનની શોધમાં ક્યાં ક્યાં ગયો હતો

જોયું તો ક્યાંક મારી કને મારું દિલ હતું

પહેલાં તમારી આંખ ઉપર શક ગયો હતો

નિસ્બત નહોતી મારે કયામતમાં ખુદા

હું તો બધાની સાથે અમસ્તો ગયો હતો

નફરત નથી નર્કનાં દ્વારો ઉપર મને

કહેવાય છે કે ત્યાં સુધી ઈશ્વર ગયો હતો

રસ્તાનો પ્રેમ એના ઉપર કેટલો હશે

મારાથી પહેલાં ઘર સુધી રસ્તો ગયો હતો

મયખાનુ શોધવામાં નશો એટલો ચડ્યો

પીધા વગર ઘરે હું લથડતો ગયો હતો

ધરતીને મળવા આભને ઝૂકી જવું પડ્યું

‘દિગન્ત’ કેવો દાવ લડાવી ગયો હતો.

સ્રોત

  • પુસ્તક : અમર ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 260)
  • સંપાદક : ડૉ. એસ. એસ. રાહી, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 2007