Ek Pal Aavya Ne Aavine Tame Chalya Gaya - Ghazals | RekhtaGujarati

એક પળ આવ્યા ને આવીને તમે ચાલ્યા ગયા

Ek Pal Aavya Ne Aavine Tame Chalya Gaya

ખલીલ ધનતેજવી ખલીલ ધનતેજવી
એક પળ આવ્યા ને આવીને તમે ચાલ્યા ગયા
ખલીલ ધનતેજવી

એક પળ આવ્યા ને આવીને તમે ચાલ્યા ગયા,

દર્દની સોગાત આપીને તમે ચાલ્યા ગયા.

નામ દો, કોણે કહ્યું તમને કે હું ઘરમાં નથી,

આંગણેથી કોને પૂછીને તમે ચાલ્યા ગયા.

મેં બુઝાતા કોડિયાની વાટ સંકોરી હતી,

ને અચાનક ફૂંક મારીને તમે ચાલ્યા ગયા.

સ્હેજમાં તૂટી ગયું સ્વપ્નું ઉઘાડી આંખનું,

મેં જરાકેક આંખ મીંચી ને તમે ચાલ્યા ગયા.

ચાર દિનની સાવ ટૂંકી જિન્દગીમાં પણ ખલીલ!

કેવો લાંબો પંથ કાપીને તમે ચાલ્યા ગયા.

સ્રોત

  • પુસ્તક : સાદગી (પૃષ્ઠ ક્રમાંક 113)
  • સર્જક : ખલિલ ધનતેજવી
  • પ્રકાશક : વિશાલ પબ્લિકેશન્સ, મુંબઈ
  • વર્ષ : 2000