એક જાસો જાણે કે આપી ગયા
ek jaaso jaane ke aapii gayaa
રાકેશ હાંસલિયા
Rakesh Hansaliya
રાકેશ હાંસલિયા
Rakesh Hansaliya
એક જાસો જાણે કે આપી ગયા,
ઇજનેરો કેડીને માપી ગયા.
આગને બુઝાવવા આવ્યાં હતાં,
એ બધાં તો આવીને તાપી ગયાં.
સાવ ખાલી જેમની મુઠ્ઠી હતી,
એ દુવા ખોબો ભરી આપી ગયા!
ખોળિયામાં કેટલાં સીમિત હતાં,
રાખ થઈને ચોતરફ વ્યાપી ગયાં!
બેઘડી બસ ટહેલવા એ નીકળ્યાં,
ને હકૂમત શહેર પર સ્થાપી ગયાં.
સ્રોત
- પુસ્તક : તારું શિખર તને મળી જશે (પૃષ્ઠ ક્રમાંક 42)
- સર્જક : રાકેશ હાંસલિયા
- પ્રકાશક : ઝેન ઓપસ
- વર્ષ : 2025
