ek gamatun nam bhuli jaun ewo koino adesh chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એક ગમતું નામ ભૂલી જાઉં એવો કોઈનો આદેશ છે

ek gamatun nam bhuli jaun ewo koino adesh chhe

કિરીટ ગોસ્વામી કિરીટ ગોસ્વામી
એક ગમતું નામ ભૂલી જાઉં એવો કોઈનો આદેશ છે
કિરીટ ગોસ્વામી

એક ગમતું નામ ભૂલી જાઉં એવો કોઈનો આદેશ છે,

ને વ્યથામાં સાવ ડૂબી જાઉં એવો કોઈનો આદેશ છે.

આગ હું ચાંપું પ્રથમ રંગોભરી મુજ સ્વપ્નની નગરી મહીં,

ને પછી એમાં કૂદી જાઉં એવો કોઈનો આદેશ છે.

ક્યાં રજા છે આગવો એક્કેય યારો, શ્વાસ લેવાની મને;

પૂર્વજોની રીત ઘૂંટી જાઉં એવો કોઈનો આદેશ છે.

કોઈ મારી વેદના સમજે સમજે, ગૌણ બાબત ગણી,

હું બધાના આંસુ લૂછી જાઉં એવો કોઈનો આદેશ છે.

પરિચિત માર્ગ પરથી સાવ છેલ્લી વાર જ્યારે નીકળું,

ના અહીં પગલુંય મૂકી જાઉં એવો કોઈનો આદેશ છે.

સ્રોત

  • પુસ્તક : માસૂમ હવાના મિસરા (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સંપાદક : અંકિત ત્રિવેદી
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2006