રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક દિલ દોર્યું અને મેં 'તું' લખ્યું
ek dil doryun ane men 'tun' lakhyun
અગન રાજ્યગુરુ
Agan Rajyaguru
એક દિલ દોર્યું અને મેં 'તું' લખ્યું
ek dil doryun ane men 'tun' lakhyun
અગન રાજ્યગુરુ
Agan Rajyaguru
એક દિલ દોર્યું અને મેં 'તું' લખ્યું!
પાંપણો પર એ પછી 'આંસુ' લખ્યું!
એ તરફની મૌસમોની શું ખબર!
આ તરફ તો રોજ ચોમાસુ લખ્યું.
કંઈ લખાઈ ના શક્યું એ પળ વિશે;
જિંદગીભર આમ તો ખાસ્સું લખ્યું!
એમ લાગે છે હથેળી જોઈને;
ભાગ્યમાં જાણે કશું ન્હોતું લખ્યું.
વૈદ્યના અક્ષરસમા છે અક્ષરો;
કેમ વાંચું? આંખમાં તે શું લખ્યું?
એક ચાદર પર લખ્યું કે રાત છે;
એક તકિયા પર અમે સપનું લખ્યું!
જેટલું તારા ઉપર લખતો રહું;
એમ લાગે કે 'અગન' ઓછું લખ્યું!
સ્રોત
- પુસ્તક : તમારી રાહમાં (પૃષ્ઠ ક્રમાંક 15)
- સર્જક : અગન રાજ્યગુરુ
- પ્રકાશક : ઝેન ઓપસ
- વર્ષ : 2024