e rite nijni yadman sarki jaway chhe, - Ghazals | RekhtaGujarati

એ રીતે નિજની યાદમાં સરકી જવાય છે,

e rite nijni yadman sarki jaway chhe,

સૈફ પાલનપુરી સૈફ પાલનપુરી
એ રીતે નિજની યાદમાં સરકી જવાય છે,
સૈફ પાલનપુરી

રીતે નિજની યાદમાં સરકી જવાય છે,

બીજા તો ઠીક એનેય ભૂલી જવાય છે.

પહેલાં સમું તરસનુંયે ધોરણ નથી રહ્યું,

પાણી મળે છે તોય હવે પી જવાય છે.

સંગાથમાં જો હોય છે લાંબા અનુભવો,

ઘરની બહાર આવતાં થાકી જવાય છે.

કોઈ ઉછીની ઊંઘનો મોહતાજ છું હવે,

લાગે છે સ્હેજ આંખ, ને જાગી જવાય છે.

સ્રોત

  • પુસ્તક : ખુશબૂમાં ખીલેલાં ફૂલ હતાં (પૃષ્ઠ ક્રમાંક 108)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2004