e pachhi ha 4 khanDita gajhal - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એ પછી : ૪ - ખંડિતા ગઝલ

e pachhi ha 4 khanDita gajhal

જવાહર બક્ષી જવાહર બક્ષી
એ પછી : ૪ - ખંડિતા ગઝલ
જવાહર બક્ષી

જે ક્ષિતિજો પર વિખેરાયા હશે

વિરહના ધુમ્મસી ચ્હેરા હશે

લાગણી ક્યારેય પૂરી થાય નહીં

એને માટે જે હતી... ઇચ્છા હશે

બારણું નહિ ખોલું તો કોઈ હશે

બારણું ખોલીશ તો ભણકારા હશે

આગની તો આવી હિમ્મત હોય નહીં

જે મને બાળી ગયા, તણખા હશે

કેમ આવ્યા. નહીં કોને ખબર?

એમને પણ કોઈ મર્યાદા હશે.

સ્રોત

  • પુસ્તક : તારાપણાના શહેરમાં (પૃષ્ઠ ક્રમાંક 56)
  • સર્જક : જવાહર બક્ષી
  • પ્રકાશક : વિશાલ પબ્લિકેશન
  • વર્ષ : 1999