e nahin aawe kadi warsadman - Ghazals | RekhtaGujarati

એ નહીં આવે કદી વરસાદમાં

e nahin aawe kadi warsadman

અદી મીરઝાં અદી મીરઝાં
એ નહીં આવે કદી વરસાદમાં
અદી મીરઝાં

નહીં આવે કદી વરસાદમાં

આગ લાગી ગઈ સખી વરસાદમાં.

શું બૂરી કે શું ભલી વરસાદમાં!

જે મળી પી લીધી વરસાદમાં!

કોની સાથે જઈને ભિંજાવું હવે

સાવ સૂની છે ગલી વરસાદમાં!

આજની હર વાત ભૂલી જા, હૃદય!

વાત કર ગઈ કાલની વરસાદમાં.

એક દુવા માગી કોઈએ રાત ભર

એક ગઝલ મેં પણ લખી વરસાદમાં.

સૌની આંખોમાં છે દુઃખનાં આંસુઓ

જઈ રહી છે સદી વરસાદમાં.

ચાંદ લપસી તો નથી પડ્યો “અદી”?

મારા ઘરમાં ચાંદની વરસાદમાં?

સ્રોત

  • પુસ્તક : સાદગી (પૃષ્ઠ ક્રમાંક 6)
  • સર્જક : અદી મિરઝાં
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 2000