e mahobat, jo ke tarun nam bahu badnam chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એ મહોબત, જો કે તારું નામ બહુ બદનામ છે

e mahobat, jo ke tarun nam bahu badnam chhe

અદી મીરઝાં અદી મીરઝાં
એ મહોબત, જો કે તારું નામ બહુ બદનામ છે
અદી મીરઝાં

મહોબત, જો કે તારું નામ બહુ બદનામ છે

મારા જેવાને તો તારી છાંયમાં આરામ છે.

જે સમજની બહાર છે એને ખુદા કહે છે બધા,

જે સમજમાં છે, ખુદા જાણે શું એનું નામ છે.

એને જઈને આટલું યાદ આપજો, દોસ્તો!

એક નદી છે, નદીની સામે મારું ગામ છે.

આંખ મીંચીને અજાણ્યા દેશમાં પહોંચી જવું,

હર સફરનો હમસફર, બસ તો અંજામ છે.

લોક કહે છે દાણે દાણે નામ છે ખાનારનું!

એક દાણા પર અહીં તો સેંકડોનાં નામ છે!

દુઃખ નથી જો મારા દુશમનની બગલમાં છે છરી

ઘણું છે દોસ્ત, એના મુખ ઉપર તો રામ છે!

ત્યાંનો કારોબાર જોવા ત્યાં ફિરસ્તા છે 'અદી'

આપણે તો માનવી, ત્યાં આપણું શું કામ છે?

સ્રોત

  • પુસ્તક : સાદગી
  • સર્જક : અદી મિરઝાં
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 2000