રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોકમી તુજમાં કંઈ નથી, તો કહે મુજમાં શું કમી છે?
જો મળ્યું છે રૂપ તુજને, તો મને નજર મળી છે.
નથી મોતનો હવે ગમ, મને તારી યાદના સમ,
તારા પ્રેમમાં મરીને મને જિંદગી મળી છે.
તું કરે છે શાને ચિંતા, જો દુઃખી છે મારું જીવન,
છે ખુશી મને એ જોઈ તારી જિંદગી સુખી છે.
એ ચમન, એ ચાંદ, તારા, એ બહાર, એ મદિરા,
હવે આપ આવી જાઓ, હવે એ જ એક કમી છે.
મેં સહ્યાં છે એટલાં દુઃખ કે દુઃખો બની ગયાં સુખ,
હું હસી પડ્યો છું, જ્યારે મારી જિંદગી રડી છે.
એ સમયની છે ઇનાયત થઈ એવી મારી હાલત,
તારી યાદથીય નફરત ઘણી વાર મેં કરી છે.
એ સભા અને એ સાકી નથી આજ કોઈ બાકી,
જે હતી જીવનમાં પહેલાં, એ બહાર ક્યાં રહી છે?
ઓ 'ખલિશ' અમે કવિઓ લખીએ છીએ કવિતા,
એ નથી ફક્ત કવિતા, એ અમારી જિંદગી છે.
kami tujman kani nathi, to kahe mujman shun kami chhe?
jo malyun chhe roop tujne, to mane najar mali chhe
nathi motno hwe gam, mane tari yadna sam,
tara premman marine mane jindgi mali chhe
tun kare chhe shane chinta, jo dukhi chhe marun jiwan,
chhe khushi mane e joi tari jindgi sukhi chhe
e chaman, e chand, tara, e bahar, e madira,
hwe aap aawi jao, hwe e ja ek kami chhe
mein sahyan chhe etlan dukha ke dukho bani gayan sukh,
hun hasi paDyo chhun, jyare mari jindgi raDi chhe
e samayni chhe inayat thai ewi mari haalat,
tari yadthiy naphrat ghani war mein kari chhe
e sabha ane e saki nathi aaj koi baki,
je hati jiwanman pahelan, e bahar kyan rahi chhe?
o khalish ame kawio lakhiye chhiye kawita,
e nathi phakt kawita, e amari jindgi chhe

સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 84)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
- વર્ષ : 2002
- આવૃત્તિ : 4