kaphi chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કતલ આશકને કરવાને નિગાહ તલવાર કાફી છેઃ

વિરહના ઝખ્મને કાજે મર્હમ દિદાર કાફી છે!

પરેશાં દિલ દીવાનાને નથી દરકાર જંજીરની;

અમોને ક્યદ કરવાને હૃદયનો તાર કાફી છે!

નથી તસ્બીહ, નહીં સિઝદા, નહીં મતલબ કિતાબોથી;

તસવ્વર દિલ થયું છે આ, બસ! તકરાર કાફી છે,

પરેશાં જોઈને મુજને, કર તું ઝુલ્મ, અય ઝાલિમ!

ઈલાજે દર્દ દિલને કાજ ફક્ત તુજ પ્યાર કાફી છે!

નથી મુમકીન, અયે દિલબર! નિયત બદલે જરા મારીઃ

ડૂબેલાને બચાવાને, સનમ! તુજ પ્યાર કાફી છે!

જા તું જાન છોડીને, અરે! ફાની દુનિયામાં;

ઝબેહ કરવા મને તુજ ખંજરે ગુફતાર કાફી છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતની ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 72)
  • સંપાદક : દી.બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
  • પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
  • વર્ષ : 1942