રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોહવે થોડો સમજણો થૈ ગયો છું
હવે તારાથી ડરતો થૈ ગયો છું
હવે ક્યાં છે કશું ઝઘડાનું કારણ
હવે તારા જ જેવો થૈ ગયો છું
આ દુનિયા બેવડી ને તેવડી થઈ
અને હું અરધોપરધો થૈ ગયો છું
એ મુજ પર એ રીતે વરસી પડી કે,
હું આખેઆખો ભીનો થૈ ગયો છું
વચન આપી અને તું તો ભૂલી ગઈ
અહીં હું ઘડીઓ ગણતો થૈ ગયો છું
સ્વયં તું થૈ ગઈ છે બન્ધ બારી
સ્વયં હું પણ અડિંગો થૈ ગયો છું
ફરી દુનિયા મને રંગી ગઈ છે
ફરી હું દાધારંગો થૈ ગયો છું
hwe thoDo samajno thai gayo chhun
hwe tarathi Darto thai gayo chhun
hwe kyan chhe kashun jhaghDanun karan
hwe tara ja jewo thai gayo chhun
a duniya bewDi ne tewDi thai
ane hun ardhopardho thai gayo chhun
e muj par e rite warsi paDi ke,
hun akheakho bhino thai gayo chhun
wachan aapi ane tun to bhuli gai
ahin hun ghaDio ganto thai gayo chhun
swayan tun thai gai chhe bandh bari
swayan hun pan aDingo thai gayo chhun
phari duniya mane rangi gai chhe
phari hun dadharango thai gayo chhun
hwe thoDo samajno thai gayo chhun
hwe tarathi Darto thai gayo chhun
hwe kyan chhe kashun jhaghDanun karan
hwe tara ja jewo thai gayo chhun
a duniya bewDi ne tewDi thai
ane hun ardhopardho thai gayo chhun
e muj par e rite warsi paDi ke,
hun akheakho bhino thai gayo chhun
wachan aapi ane tun to bhuli gai
ahin hun ghaDio ganto thai gayo chhun
swayan tun thai gai chhe bandh bari
swayan hun pan aDingo thai gayo chhun
phari duniya mane rangi gai chhe
phari hun dadharango thai gayo chhun
સ્રોત
- પુસ્તક : ૭૮૬ ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 217)
- સર્જક : અદમ ટંકારવી
- પ્રકાશક : લજ્જા પબ્લિકેશન્સ
- વર્ષ : 2014