
બાંધો પ્રેમની કંઠી ડોકે;
આંચ ન આવે ચૌદે લોકે.
કોક તો એવું હોય જીવનમાં,
સાચું ખોટું પણ જે ટોકે.
જોહુકમી કરનારને કહી દો,
ફૂલોને પણ હસતાં રોકે.
દુનિયા છે, એનું શું કહેવું,
ફૂલ ધરે, ખીલા પણ ઠોકે.
એક ગઝલ મળવા આવી છે,
ઘેર મુસાફિર! હાજર છો કે?
bandho premni kanthi Doke;
anch na aawe chaude loke
kok to ewun hoy jiwanman,
sachun khotun pan je toke
johukmi karnarne kahi do,
phulone pan hastan roke
duniya chhe, enun shun kahewun,
phool dhare, khila pan thoke
ek gajhal malwa aawi chhe,
gher musaphir! hajar chho ke?
bandho premni kanthi Doke;
anch na aawe chaude loke
kok to ewun hoy jiwanman,
sachun khotun pan je toke
johukmi karnarne kahi do,
phulone pan hastan roke
duniya chhe, enun shun kahewun,
phool dhare, khila pan thoke
ek gajhal malwa aawi chhe,
gher musaphir! hajar chho ke?



સ્રોત
- પુસ્તક : શબ્દાલય : અંક ૪ : ૧૦ નવેમ્બર, ૨૦૧૪ (પૃષ્ઠ ક્રમાંક 95)
- સંપાદક : અંકિત ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સમાચાર શાંતિ પ્રકાશન