saware khabar paDi - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સવારે ખબર પડી

saware khabar paDi

જલન માતરી જલન માતરી
સવારે ખબર પડી
જલન માતરી

મુશ્કિલ પડી તો એવી કે આઠે પ્રહર પડી,

પણ દુઃખ છે એટલું કે કારણ વગર પડી.

દૃષ્ટિનો દોષ હો કે મુકદ્દરનો વાંક હો,

અમને ફક્ત ખિઝાં મળી જ્યાં નજર પડી.

કંઈ એવું મસ્ત દિલ હતું નિજ વેદના મહીં,

વીતી ગઈ છે રાત સવારે ખબર પડી.

પૂરી શક્યું ના એને કફન આભ એટલે

તારાની લાશ આવીને ધરતી ઉપર પડી.

દુઃખની કબૂલ વાત, પણ આનો જવાબ દો—

સુખની ઝડીઓ પણ સતત કોના ઉપર પડી?

પૂરી શક્યું ના કોઈ પણ, તારા ગયા પછી

મુજને જે ખોટ તારા વગર ઉમ્રભર પડી.

ભૂલી શક્યા ના તેઓ ‘જલન’ આજીવન મને,

મારા કવનની જેના હૃદય પર અસર પડી.

સ્રોત

  • પુસ્તક : જલન (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સર્જક : જલન માતરી
  • પ્રકાશક : દુર્રેસહેવાર જ. માતરી
  • વર્ષ : 1984