kyan bandhi janar chhun? - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ક્યાં બાંધી જનાર છું?

kyan bandhi janar chhun?

જલન માતરી જલન માતરી
ક્યાં બાંધી જનાર છું?
જલન માતરી

તકદીરનો છું માર્યો, સમયનો શિકાર છું,

અડધો ચમનમાં અડધો ચમનની બહાર છું.

જન્નતની ના બગાડ મજા જગમાં ખુદા,

એનો તો કર વિચાર કે ત્યાં આવનાર છું!

દુનિયામાં અન્ય જેમ તને પણ ખિતાબતે,

કે’વાની શી જરૂર કે પરવરદિગાર છું?

ભાગે છે રીતે મને નીરખીને ઝાંઝવાં,

જાણે કે એને પકડીને હું પી જનાર છું.

પણ હતો સમય, હતાં મુજ પર દુઃખો સવાર,

પણ સમય છે, પોતે દુઃખો પર સવાર છું.

થોડુંક ધન કુબેરો મને પણ મળે તો ઠીક,

હું પણ તમારી જેમ ક્યાં બાંધી જનાર છું?

કંપી રહ્યું છે કેમ દુઃખોનું જગત ‘જલન’?

હમણાં હું તકલીફોની ક્યાં સામે થનાર છું?

સ્રોત

  • પુસ્તક : જલન (પૃષ્ઠ ક્રમાંક 42)
  • સર્જક : જલન માતરી
  • પ્રકાશક : દુર્રેસહેવાર જ. માતરી
  • વર્ષ : 1984