રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક રણમાંથી વહ્યાનું દુઃખ છે
ek ranmanthi wahyanun dukha chhe
એક રણમાંથી વહ્યાનું દુઃખ છે
લાગણી રઝળી પડ્યાનું દુઃખ છે
હાડ હેમાળે ગળ્યાનું દુઃખ નથી
પણ તમે ના પીગળ્યાનું દુઃખ છે
વલ્કલે ઢાંકી સતીની આબરૂ
સભ્યતા રઝળી પડ્યાનું દુઃખ છે
હાથ ફેલાવી લીધાં ઓવારણાં
ટાચકાને ના ફૂટ્યાનું દુઃખ છે
બારણાએ વાત આખી સાંભળી
ટોડલા ફાટી પડ્યાનું દુઃખ છે.
રંક આશાઓ અવસ્થા વાંઝણી
બેઉને ભેગા મળ્યાનું દુઃખ છે.
ek ranmanthi wahyanun dukha chhe
lagni rajhli paDyanun dukha chhe
haD hemale galyanun dukha nathi
pan tame na pigalyanun dukha chhe
walkle Dhanki satini aabru
sabhyata rajhli paDyanun dukha chhe
hath phelawi lidhan owarnan
tachkane na phutyanun dukha chhe
barnaye wat aakhi sambhli
toDla phati paDyanun dukha chhe
rank ashao awastha wanjhni
beune bhega malyanun dukha chhe
ek ranmanthi wahyanun dukha chhe
lagni rajhli paDyanun dukha chhe
haD hemale galyanun dukha nathi
pan tame na pigalyanun dukha chhe
walkle Dhanki satini aabru
sabhyata rajhli paDyanun dukha chhe
hath phelawi lidhan owarnan
tachkane na phutyanun dukha chhe
barnaye wat aakhi sambhli
toDla phati paDyanun dukha chhe
rank ashao awastha wanjhni
beune bhega malyanun dukha chhe
સ્રોત
- પુસ્તક : સુરેન ઠાકર ‘મહુલ’ ('સુખનવર' શ્રેણી) (પૃષ્ઠ ક્રમાંક 21)
- સંપાદક : ચિનુ મોદી, કૈલાસ પંડિત
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 1991