drushyane khaalii kariine jaay chhe - Ghazals | RekhtaGujarati

દૃશ્યને ખાલી કરીને જાય છે

drushyane khaalii kariine jaay chhe

રવિ સેવક રવિ સેવક
દૃશ્યને ખાલી કરીને જાય છે
રવિ સેવક

દૃશ્યને ખાલી કરીને જાય છે,

જે બધા આંખો ભરીને જાય છે.

શ્વાસ લેતું હોય છે આંખમાં,

ગાલ પર આંસુ મરીને જાય છે.

સુવાડી તો નથી શકતા મને,

પણ પથારી પાથરી ને જાય છે.

આંખમાં દહેશત વધી છે એટલી,

ઊંઘ આંખોમાં ડરીને જાય છે.

વાદળોની બાદશાહી છે જૂઠી,

પાણી તો અહીંથી ભરીને જાય છે.

મોત સીધું ભેટી લે છે કોઈને,

કોઈ ચકડોળે ફરીને જાય છે.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ