દોસ્ત મિલનની શક્યતા આપણી જ્યાં પૂરી થઈ
dost milannii shakyta aapnii jyaan puurii thaii
ભાવેશ ભટ્ટ
Bhavesh Bhatt
દોસ્ત મિલનની શક્યતા આપણી જ્યાં પૂરી થઈ
dost milannii shakyta aapnii jyaan puurii thaii
ભાવેશ ભટ્ટ
Bhavesh Bhatt
ભાવેશ ભટ્ટ
Bhavesh Bhatt
દોસ્ત મિલનની શક્યતા આપણી જ્યાં પૂરી થઈ
ત્યાર પછી સુગંધથી કેમ હવા જુદી થઈ?
જોજે આ વાતની જગતને ન ખબર પડે કદી
જિંદગી આપણી મુલાકાત હજી નથી થઈ
આપની જેમ હું કદી વ્હેણ મુજબ વહ્યો નથી
રોજ સમંદરોની સાથ મારે ઝપાઝપી થઈ
મારા સપાટ ચહેરા પર સૂર્યના નહોર જોઈને
રોઈ પડી બિચારી આ રાત, બહુ દુઃખી થઈ
પાનખરોના આગમનથી મને ફાયદો થયો!
હું હજી પણ હયાત છું એની તો ખાતરી થઈ
સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ
