dishao pherwo kan to wicharo pherwi nakho - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દિશાઓ ફેરવો કાં તો વિચારો ફેરવી નાખો

dishao pherwo kan to wicharo pherwi nakho

ભાવિન ગોપાણી ભાવિન ગોપાણી
દિશાઓ ફેરવો કાં તો વિચારો ફેરવી નાખો
ભાવિન ગોપાણી

દિશાઓ ફેરવો કાં તો વિચારો ફેરવી નાખો,

રહે જો દૃશ્ય એનું તો બારી નવી નાખો.

અમે એવા કે અમને જિંદગી પણ છેતરી નાખે,

તમે તો વાતમાં લઈ મોતને પણ ભોળવી નાખો.

જગતને ખોટ પ્હોંચે હદે ઓછું થયું છે કંઈક,

હવે ખોટ પૂરવા માનવીમાં માનવી નાખો.

શિખામણ આપનારું કોઈ જણ ઘરમાં નથી તો શું?

ખૂણો ખાલી છે, થોડાક પુસ્તક ગોઠવી નાખો.

પતંગિયું બેસશે એની ઉપર જો ફૂલ સમજીને !

સભા બરખાસ્ત થઈ છે મીણબત્તી ઓલવી નાખો.

સ્રોત

  • પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.