phakt dilni saphai mage chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ફક્ત દિલની સફાઈ માગે છે

phakt dilni saphai mage chhe

કિરીટ ગોસ્વામી કિરીટ ગોસ્વામી
ફક્ત દિલની સફાઈ માગે છે
કિરીટ ગોસ્વામી

ફક્ત દિલની સફાઈ માગે છે

પ્રેમ ક્યાં પંડિતાઈ માગે છે?

આંખની ઓળખાણ છે કાફી,

લાગણી ક્યાં ખરાઈ માગે છે?

હું સમાધાન સૌ સ્વીકારું પણ,

મન અકાણું લડાઈ માગે છે!

જોઈએ સુખ બધાંને પોતીકાં

કોણ પીડા પરાઈ માગે છે!

એક ઝાંખી જોઈએ તારી,

જીવ બીજું કાંઈ માગે છે!

સ્રોત

  • પુસ્તક : ખરતાં પળનાં પાન (પૃષ્ઠ ક્રમાંક 12)
  • સર્જક : કિરીટ ગોસ્વામી
  • પ્રકાશક : ડિવાઈન પબ્લિકેશન્સ
  • વર્ષ : 2008