de vardaan aetlun - Ghazals | RekhtaGujarati

દે વરદાન એટલું

de vardaan aetlun

ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી
દે વરદાન એટલું
ઉમાશંકર જોશી

સ્વતંત્રતા, દે વરદાન એટલું :

હીનસંકલ્પ હજો કદી મન;

હૈયું કદીયે હજો હતાશ;

ને ઊર્ધ્વજ્વાલે અમ સર્વ કર્મ

રહો સદા પ્રજ્વલી, ના અધોમુખ;

વાણી નિષ્કારણ હો કઠોર;

રૂંધાય દૃષ્ટિ નહિ મોહધુમ્મસે;

ને આંખમાંનાં અમી ના સુકાય;

ભોમકા ગાય વસૂકી શી હો!

વાણિજ્યમાં વાસ વસંત લક્ષ્મી,

તે ના નિમંત્રે નિજ નાશ સ્વાર્થથી.

સ્ત્રીઓ વટાવે નિજ સ્ત્રીત્વ ના કદી,

બને યુવાનો અકાલ વૃદ્ધ,

વિલાય ના શૈશવનાં શુચિ સ્મિતો;

ધુરા વહે જે જનતાની અગ્રીણો,

તે પંગતે હો સહુથીય છેલ્લા;

ને બ્રાહ્મણો— સૌમ્ય વિચારકો, તે

સત્તા તણા રે પુરોહિતો બને.

અને થઈને કવિ, માગું એટલું

ના તું અમારા કવિવૃંદને કદી

ઝૂલંત તારે કર પીંજરાના

બનાવજે પોપટ ચાટુ બોલતા.

સ્વતંત્રતા, દે વરદાન આટલું.

સ્રોત

  • પુસ્તક : ઉમાશંકરનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 92)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2012
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ