chhoDine aaw tun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

છોડીને આવ તું

chhoDine aaw tun

રાજેશ વ્યાસ 'મિસ્કીન' રાજેશ વ્યાસ 'મિસ્કીન'

તારું કશું હોય તો છોડીને આવ તું,

તારું બધું હોય તો છોડી બતાવ તું.

અજવાળું જેના ઓરડે તારા નામનું,

હું ઘર છું ભલેને આવ તું.

પહેર્યું છે તું છે ઓઢ્યું છે તું,

મારો દરેક શબ્દ તું મારો સ્વભાવ તું.

સાકરની જેમ ઓગળી જઈશ હું પણ,

છલકાતો કટોરો ભલેને મોકલાવ તું.

મિસ્કીન સાત દરિયા કરી પાર મળે,

રેખા હથેળીમાં નથી તો પડાવ તું.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 419)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004