aapna sambandhna itihasno e sar chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આપણા સંબંધના ઇતિહાસનો એ સાર છે

aapna sambandhna itihasno e sar chhe

ચિનુ મોદી ચિનુ મોદી
આપણા સંબંધના ઇતિહાસનો એ સાર છે
ચિનુ મોદી

આપણા સંબંધના ઇતિહાસનો સાર છે

પાણીની સમજણ નથી ને વ્હાણનો આકાર છે.

વખત પણ પીઠ પર બેસી ગયો પાછો પવન

આપણો તો વખત પણ વ્હાણનો અવતાર છે.

છિદ્રવાળા વ્હાણમાંથી શું વજન ઓછું કરું?

જીવવાની વૃત્તિનો સૌથી વધારે ભાર છે.

પાણીની પૂરી પરખ ને ઝાંઝવાં તરવાં પડે

કેમ સમજાવું તને કે વ્હાણ છે, લાચાર છે.

ડૂબતા ‘ઇર્શાદ’ની ચારેતરફ આજેય તે

એક શું પાણી ભરેલાં વ્હાણ અપરંપાર છે.

સ્રોત

  • પુસ્તક : ઇર્શાદ (પૃષ્ઠ ક્રમાંક 40)
  • સર્જક : ચિનુ મોદી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2012