dar na 'hemant' riit badalvaamaan - Ghazals | RekhtaGujarati

ડર ન 'હેમંત' રીત બદલવામાં

dar na 'hemant' riit badalvaamaan

હેમંત પુણેકર હેમંત પુણેકર
ડર ન 'હેમંત' રીત બદલવામાં
હેમંત પુણેકર

ડર 'હેમંત' રીત બદલવામાં

બેધડક નામ લઈ લે મત્લામાં

મંઝિલો જાય છો ને ચૂલામાં

અમને ગોઠી ગયું છે રસ્તામાં

એને ભીંજાતી જોયા કરવાની

પાણી-પાણી થવાનું વર્ષામાં

કંઈક કાંટાળી યાદો ભોંકાઈ

ફૂલ-શો એક ચહેરો સ્મરવામાં

હકીકત હશે કે બીજુ કંઈ

સપનું આવે કદી જો સપનામાં!

સ્રોત

  • પુસ્તક : કાગળની નાવ (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સર્જક : હેમંત પુણેકર
  • પ્રકાશક : ઝેન ઓપસ
  • વર્ષ : 2022