dar chhe dardthii to pyaar na kar - Ghazals | RekhtaGujarati

ડરે છે દર્દથી તો પ્યાર ન કર

dar chhe dardthii to pyaar na kar

ગોવિંદ ગઢવી 'સ્મિત' ગોવિંદ ગઢવી 'સ્મિત'
ડરે છે દર્દથી તો પ્યાર ન કર
ગોવિંદ ગઢવી 'સ્મિત'

ડરે છે દર્દથી તો પ્યાર ન કર!

અને જો થાય તો ઇન્કાર ન કર!

એ રીસાઈ જશે તો શું થાશે?

હવા સાથે કદી તકરાર ન કર!

જેઓ સપનામાં વેચતાં મૃગજળ,

એનો ક્યારેય ઐતબાર ન કર!

હાલ આવા સદાય રહેવાના,

ફાવી જાશે, તું ફેરફાર ન કર!

અણગમો જેને હો ફકીરીનો,

એની સાથે કશો વહેવાર ન કર!

સ્રોત

  • પુસ્તક : મનોરથ (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સર્જક : ગોવિંદ ગઢવી 'સ્મિત'
  • પ્રકાશક : હિતેન્દ્ર ગોવિંદ ગઢવી
  • વર્ષ : 2023