દાખવ્યો છે એ સદ્ભાવનું શું કરું?
dakhavyo chhe ae sadbhavnu shu karun
શૈલેશ ગઢવી
Shailesh Gadhavi
શૈલેશ ગઢવી
Shailesh Gadhavi
દાખવ્યો છે એ સદ્ભાવનું શું કરું?
ને આ ગઈકાલના ઘાવનું શું કરું?
સાવ પાસે જ કાંઠો રહી જાય છે,
હું તણાતી જતી નાવનું શું કરું?
વારતા છે કે તરસ્યો હતો કાગડો,
આ રહ્યા કાંકરા, વાવનું શું કરું!
ખેલના સૌ નિયમ એકતરફી જ છે,
ઔપચારિક મળ્યા દાવનું શું કરું?
સોએ નવ્વાણું મંજૂર થઈ જાય છે,
એક મારા જ પ્રસ્તાવનું શું કરું?
સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ
