રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપથિક! તું ચેતજે પથના સહારા પણ દગો દેશે;
ધરીને રૂપ મંઝિલનું ઉતારા પણ દગો દેશે.
મને મજબૂર ના કરશો, નહીં વિશ્વાસ હું લાવું;
અમારાના અનુભવ છે, તમારા પણ દગો દેશે.
હું મારે હાથથી નૌકા ડુબાડી દેત મઝધારે;
ખબર જો હોત મુજને કે કિનારા પણ દગો દેશે.
મને તો એમ કે હમણાં ઠરી જાશે, ન ઠાર્યા મેં;
ખબર નો'તી નજીવા આ તિખારા પણ દગો દેશે.
હું જાણું છું છતાં નિશદિન લૂંટાવા જાઉં છું ‘નાઝિર';
શિકાયત ક્યાં રહી કે આ લૂંટારા પણ દગો દેશે!
pathik! tun chetje pathna sahara pan dago deshe;
dharine roop manjhilanun utara pan dago deshe
mane majbur na karsho, nahin wishwas hun lawun;
amarana anubhaw chhe, tamara pan dago deshe
hun mare haththi nauka DubaDi det majhdhare;
khabar jo hot mujne ke kinara pan dago deshe
mane to em ke hamnan thari jashe, na tharya mein;
khabar noti najiwa aa tikhara pan dago deshe
hun janun chhun chhatan nishdin luntawa jaun chhun ‘najhir;
shikayat kyan rahi ke aa luntara pan dago deshe!

સ્રોત
- પુસ્તક : એ વાત મને મંજૂર નથી (પૃષ્ઠ ક્રમાંક 23)
- સર્જક : નાઝિર દેખૈયા
- સંપાદક : ફિરદૌસ દેખૈયા
- પ્રકાશક : ઝેન ઓપસ
- વર્ષ : 2022